મોડીરાત્રે દ્વારકામાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના મોત નિપજ્યા છે. ખંભાળિયાના સોડસલા નજીક અકસ્માત સર્જાયો હતો. બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બેનાં મોત થયા છે.
મોડીરાત્રે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામ નજીક બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્ને બાઇકચાલક વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ હતી. અકસ્માતમાં બંને બાઈકચાલકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે બંને યુવાનોના મૃતદેહ પીએમ માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સલાયા મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.