ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ સરકાર બનાવ્યા બાદ હવે આજે તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. આજે ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક એટલે કે તમામ 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. આ સાથે આવતીકાલે એટલે કે 20 તારીખે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે.
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0 ના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદમાં હવે આજે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસસભામાં તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. એટલે કે, આજે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.
આજે ગુજરાત વિધાનસભામાં તમામ ધારાસભ્યોની શપથવિધિ બાદ હવે આવતીકાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. આ એક દિવસીય સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે. આ સાથે આવતીકાલે મળનારા એક દિવસીય સત્રમાં વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.