ફીફા વિશ્વકપમાં આર્જેન્ટિનાની શાનદાર જીત થઈ છે. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાએ વિશ્વકપ જીત્યો છે. લિયોનેલ મેસ્સીની વિશ્વકપ સાથે વિદાય પણ લઈ રહ્યો છે. અત્યાર સુધી 3 વખત આર્જેન્ટીનાએ વિશ્વકપ જીત્યો છે. ફ્રાન્સ સતત વિશ્વકપ જીતનો ઇતિહાસ ન દોહરાવી શકી.અગાઉ 2006માં પણ ફાઇનલમાં પેન્લટી શૂટઆઉટમાં ફ્રાન્સ હાર્યું હતું.રોમાંચક મુકાબલા સાથે ફિફા વિશ્વકપની આ વર્ષે પૂર્ણાહુતિ થઈ છે. અત્યાર સુધી વિશ્વકપની ફાઇનલમાં ૩ વખત પેન્લટી શૂટઆઉટની સ્થિતિ આવી છે.
PM મોદીએ આર્જેટિનાને ફિફા વર્લ્ડ કપ 2022માં ચેમ્પિયન બનવા પર શુભકામનાઓ પાઠવી, કહ્યું ફૂટબોલ ઈતિહાસમાં સૌથી રોમાંચક મેચ તરીકે યાદ કરવામાં આવશે!, આર્જેન્ટિના અને મેસ્સીના લાખો ભારતીય ચાહકો તેમની શાનદાર જીતથી આનંદિત છે.
ફિફા વર્લ્ડ કપ 2022નો મુકાબલો રોમાચંક જામ્યો હતો. બંન્ને ટીમે મેચના 2-2ની બરાબરી થઈ હતી જે બાદ મેચમાં બંન્ને ટીમને 15-15 મિનેટ એક્સ્ટ્રા આપાવમાં આવી હતી. જેમાં લિયોનેલ મેસી અને કિલિયન એમ્બાપ્પેને એક-એક ગોલ કર્યો હતો. જે બાદ મેચ 3-3ની બરાબરી થઈ જે બાદ પેનલ્ટી શૂટઆઉટની મદદ લેવી પડી હતી. જે પેનલ્ટી શૂટઆઉટમાં આર્જટીના ગોલકીપર અમિલિયાનો માર્ટિનેજએ બે સેવ કર્યા અને આર્જિટીનાની જીત થઈ હતી.