ભારતના વિકાસને લઈને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મામલે જણાવ્યું હતું કે જો ભારત ચીન અને અમેરિકા સહિતના દેશો જેવું બનવાની કોશિશ કરશે તો તે વિકાસની દિશામાં આગળ વધી શકશે નહીં. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ભારતનો વિકાસએ તેમના વિઝન, લોકોની પરિસ્થિતિ અને તેના મૂલ્યો તેમજ સંસ્કૃતિ અને વિશ્વ દૃષ્ટિકોણના પરિબળ પર આધારિત હશે.
ભાગવતએ રવિવારે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન વેળાએ ભારતના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે ભારતના વિકાસ અંગે વાત કરતા કહ્યું હતું કે કોઈ પણ દેશનો વિકાસ ત્યાંના લોકોની આકાંક્ષાઓ, પરંપરા અને સંસ્કૃતિ, વિશ્વ અને વિચારો પર આધારિત હોય શકે છે.
મોહન ભાગવતે ઉમેર્યું હતું કે ધર્મ માણસને સમૃદ્ધ અને સુખી બનાવે છે, પરંતુ પ્રકૃતિનો નાશ કરે છે, તે ધર્મ નથી. જો ભારત અમેરિકા અને ચીનને જોઈને એ જ અનુસરે છે તો તે ભારતનો વિકાસ નથી. વિકાસ થઇ પણ તો ભારત ચીન અને અમેરિકા જેવું બની જશે.