તાજેતરમાં ગત તા.૧૭ના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડીટોરીયમ, અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ મોઢ વણીક સમાજ દ્વારા તેજસ્વી એવોર્ડ સમારંભનું આયોજન થયેલું તેમાં અનોખી પ્રતિભા, ગૌરવવંતી કારકિર્દી, જાહેર જીવન અને સામાજીક સેવાઓમાં ઉત્તમ યોગદાન માટે સી.એ. સરજુ મહેતાને ‘તેજસ્વી મોઢ એક્સલન્સ એવોર્ડ’ ફેડરેશનના વાઇસ ચેરમેન વિનોદ અંબાણી (પ્રેસીડેન્ટ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ)ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
સી.એ. સરજુ મહેતા અમદાવાદ તથા ભાવનગર ખાતે તેમની ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફીસ ધરાવે છે તેઓ અમદાવાદ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસીએશનના પ્રેસીડેન્ટ છે અને પ્રતિષ્ઠીત વેપારી પેઢી દાસ પેંડાવાળા પરિવારના સભ્ય છે.