ભાવનગરમાં રામમંત્ર મંદિરથી સંસ્કાર મંડળ ચોક સુધીના સમાંતર રસ્તા ઉપર રેલ્વે તંત્રએ જમીન ઉપર ખોટી રીતે કબ્જાે કરી રાખી લોકોની સુવિધા આડે વિઘ્ન ઉભુ કર્યું છે. આ અંગે ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોરભાઇ ભટ્ટએ ઉચ્ચસ્તરે રજૂઆત કરી ઘટતું કરવા માંગ કરી છે.
આ રજૂઆતમાં જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં રામમંત્ર મંદિર પેટ્રોલ પંપ પાછળનો મુખ્ય માર્ગ સંસ્કાર મંડળ દિપક હોલ સુધી ૫૦ ફુટનો હોય જે અડધો કિ.મી. રેલ્વે દ્વારા દબાણ કરી ૩૫ ફુટ દબાણ કરેલ છે. પૂર્વ કૃષ્ણનગર રેલ્વે સ્ટેશન બી.એમ.ટી. રેલ્વે ૧૯૮૪માં બંધ કરેલ છે. ખંઢેર હાલતમાં હોય રેલ્વેના ૩૫ ફુટ રોડ દબાણના કારણે ૧૭૦૦ વસાહતી પરિવારો ૧૦૦૦૦ નાગરિકોના આવન-જાવન મુખ્યમાર્ગ હોય દબાણના કારણે અગ્નિશામક, એમ્બ્યુલન્સ પણ આવી ના શકે, દબાણમાં ગીચ ઝાડી, સુરક્ષાનો પણ સવાલ છે. માર્ગ ૫૦ ફુટનો કરી રેલ્વે દબાણ દુર કરવા માંગ છે. સત્વરે રેલ્વે તંત્રને માર્ગ ખુલ્લો કરવા કાર્યવાહી હાથ ધરવા કિશોર ભટ્ટે રજૂઆત કરી છે.