ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બબાલ બાદ થયાની ચર્ચા વહેતી થતાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. હાલ રીબડામાં પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. ગત મોડી સાંજે યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
ગોંડલના રીબડા પાસે ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થયાની ચર્ચા વહેતી થતાં જયરાજસિંહ જાડેજા અને SP જયપાલસિંહ રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. ગત મોડી સાંજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ અને તેમના સાથીઓએ યુવકને બંધુક દેખાડી ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો હતો. જોકે, અનિરુદ્ધસિંહ જાડેજાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને આને રાજકીય ચાલ ગણાવી હતી.
રીબડામાં રાજકોટ રૂરલ એસ.પી જયપાલસિંહ રાઠોડ સહિત પોલીસનો કાફલો તૈનાત કરાયો છે. આજે સાંજે રીબડામાં જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહના રીબડામાં મહાસંમેલનને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે. ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા વિરોધી પર વરસ્યા બરોબરના વરસ્યા હતા. તેમણે કહ્યું હ કે , આ અમુક લોકો જે છે તે રાજ કરી રહ્યા છે તેમને હટાવવા છે તેમણે જણાવ્યું છે કે, આઝાદીની પ્રથમ ઘટના છે કે રીબડાવાળા સામે લડ્યાને 200 મત મળ્યા હોય તેમણે કહ્યું કે, રીબડાના જેટલા મતદારો રાજકોટ છે તેઓ રીબડામાં દાખલ થઇ જાઓ. તેમણે કહ્યું કે, તમે રીબડામાં દાખલ થઈ જાઓ એટલે એ લોકોની ગાજરની પીપોડી બંધ થઈ જાય તેમણે કહ્યું કે, હું રીબડાનો આભાર માનું છું કે મને 212 મત આપ્યા છે આ 200 મત 20 હજાર જેવા છે.
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું.