Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કર્ણ હોસ્પિટલમાં મા-દીકરી મર્ડર કેસમાં આરોપી ગે નીકળ્યો

મોજશોખ પાછળ રૂપિયા ઉડાવ્યા બાદ દેવું થઈ જતા લૂંટ માટે માતાપુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું

aaspassdaily by aaspassdaily
2022-12-22 11:10:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં વધુ એક હડકંપ થયો છે. ફિલ્મી ઢબે હત્યાકાંડ રચાયાનું બહાર આવ્યું છે અને આ હત્યા લૂંટ માટે થઈ હોવાનો પર્દાફાશ થયો છે.મોજ શોખમાં બેફામ રૂપિયા ઉડાવ્યા બાદ આરોપી મનસુખ દેવાના ડુંગરમા દબાઈ ગયો હતો. જેમાંથી બહાર નીકળવા તેણે લૂંટનું ષડયંત્ર રચ્યુ હોવાનું બહાર આવ્યું છે. આરોપી મનસુખએ સારવાર અર્થે આવેલી યુવતીને એનેથીસિયાનો ઓવર ડોઝ આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ યુવતી બાદ તેની માતાને પણ ઇન્જેક્શન આપ્યું હતું. જેથી તેનું પણ મોત નીપજ્યું હતું. એટલું જ નહિ 3 માસ પહેલા પણ એક મહિલાનો આ પ્રકારે મૃતદેહ મળ્યો હતો. જેથી મનસુખ સામે શંકાની સોઈ તણાઈ રહી છે.


પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે આરોપી ગે હોવાથી મોજશોખ માટે દેવું થઈ ગયું હતું. જેથી મૃતક મહિલાના દાગીના ઓળવી જવાના ઇરાદે હત્યા નિપજાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે મૃતક મહિલાઓના શરીર પરથી દાગીના પણ ગાયબ છે. મણિનગરમાં ભુલાભાઈ પાર્ક નજીક આવેલી ડો અર્પિત શાહની કાન, નાક અને ગળાની હોસ્પિટલમાં કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલના કર્મચારીઓ મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. જેમાં મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા હોવાનું ખુલ્યું છે. જે આ હોસ્પિટલમાં કાનના ઈલાજ માટે આવતી હતી. આ કબાટમાંથી સિલેન્ડર કાઢીને ભારતીબેનની મૃતદેહ કબાટમાં મુકવામાં આવ્યો હતો. અને CCTV પણ એક કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. જેથી મહિલાની હત્યા થઈ હોવાની શક્યતાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં હોસ્પિટલની બહારના CCTV મળ્યા હતા જેમાં ભારતી પોતાની માતા ચંપાબેન સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી. પોલીસે તેની માતાની શોધખોળ કરતા તેનો મૃતદેહ પર હોસ્પિટલમાં બેડ નીચે છુપાયેલી હાલતમાં મળી આવ્યો હતો આ ડબલ મર્ડર કેસમાં પોલીસે ગુનો નોંધીને મૃતદેહનો પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે માતા પુત્રીની હત્યા એનેશથેસિયાના ઓવર ડોઝ આપીને કરવામાં આવી હતી અને હત્યા મનસુખ નામના હોસ્પિટલના કમ્પાઉન્ડરએ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ હત્યા પાછળ અનૈતિક સંબધ છે કે કોઈ અન્ય કારણ તેની તપાસ ચાલી રહી છે.

આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેર
મૃતક ભારતી વાળાના લગ્ન ચાર વર્ષ પહેલાં બહેરામપુરાના લક્ષમણ વાળા સાથે થયા હતા.. બન્નેને સંતાન નથી. પરંતુ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ થતા 6 માસ પહેલા ભારતી રિસાઈને પિયર શાહવાડી આવી ગઈ હતી. છેલ્લા એક વર્ષથી ભારતીના કાનના પરદાની દવા ડો અર્પિત શાહની હોસ્પિટલમાં ચાલતી હતી. ભારતી સવારે 9 વાગે માતા સાથે હોસ્પિટલમાં આવી હતી.. અને 9.30 થી 10.30 સુધી હોસ્પિટલ ના CCTV બંધ રાખવામાં આવ્યા હતા. આરોપી મનસુખ ભારતીનો કુટુંબી દેવર થાય છે. આ ઘટનાથી પરિવારે આક્રંદ સાથે રોષ વ્યકત કર્યો હતો.

Tags: AhmedabadKarna hospital double murder
Previous Post

ચીનની રાજધાની બેઇજિંગમાં 70 ટકા લોકો ઓમિક્રોન વેવની ઝપેટમાં

Next Post

ઓમિક્રોન BF 7 વેરિયન્ટનો હાલ ગુજરાતમાં એક પણ એક્ટિવ કેસ નથી

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ઓમિક્રોન BF 7 વેરિયન્ટનો હાલ ગુજરાતમાં એક પણ એક્ટિવ કેસ નથી

ઓમિક્રોન BF 7 વેરિયન્ટનો હાલ ગુજરાતમાં એક પણ એક્ટિવ કેસ નથી

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.