GPSCની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 29 જાન્યુઆરી લેવાનાર GPSCની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. મદદનીશ ઈજનેર વર્ગ 2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે. મહત્વનું છે કે, GPSCની અને જુનિયર ક્લાર્કની એમ બંન્ને પરીક્ષાઓ હતી જેના કારણે GPSCએ 29 તારીખની પરીક્ષા રદ કરી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવક-યુવતીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જે બાદ GPSCએ પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. 29 જાન્યુઆરીમાં GPSCની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને 29 જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની લેવાશે પરીક્ષા.