Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડોદરામાં હોસ્પિટલ બેડ-ઓક્સિજન પ્લાન્ટ તૈયાર

પાલિકાના હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ

aaspassdaily by aaspassdaily
2022-12-22 11:57:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ચીનમાં કોરોનાની વકરતી સ્થિતિને જોતા ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે તેવી સંભાવના છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ તમામ સંબંધિતોને એલર્ટ રહેવા અને તકેદારી વધારવા જણાવ્યું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.
શહેરમાં કોઈ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલને જીનોમ સીકવન્સમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ નાગરિકોને પણ નવા વેરિયન્ટની સામે તકેદારી રાખવાની અપીલ કરાઈ છે. સુરત પાલિકાના હેલ્થ સેન્ટર પર ફરી કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા શરૂ કરાઈ છે. સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ શહેરમાં એક પણ કોરોનાનો કેસ નથી. શહેરમાં 50 લાખમાંથી 8 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. 42 લાખ લોકોને પ્રીકોસન ડોઝ લેવાના બાકી છે. હાલ પ્રીકોસન ડોઝ માટે પણ કોઈ ચાર્જ વસૂલાતો નથી.
વિદેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે SSG અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. બંને હોસ્પિટલમાં સ્થાપેલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયા છે. જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય તે માટે તૈયારી કરાઈ છે. શહેરમાં 34 સ્થળોએ વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.

વિદેશથી આવેલ મહિલા BF 7 વેરિયન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું
વડોદરામાં વિદેશથી આવેલ મહિલા BF 7 વેરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. 61 વર્ષીય NRI મહિલા ભારતીબેન સુથાર ગત 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી વડોદરા આવ્યા હતા અને 18 સપ્ટેમ્બરના રોજ ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. વડોદરાના સુભાનપુરામાં રહેતા ભારતીબેન સુથારે હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી અને કોઈપણ પ્રકારની તકલીફ થઈ નથી. તેઓનું સેમ્પલ ખાનગી લેબ દ્વારા જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં BF.7 વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું હતું.

Tags: 50 bed for covidsayaji gotri hospitalvadodara
Previous Post

મોદીએ બોલાવી હાઈલેવલ મીટિંગ, કોરોના મુદ્દે લેવાઈ શકે મોટો નિર્ણય

Next Post

શાળામાં આપવામાં આવશે 9 થી 14 વર્ષની વિધાર્થીનીઓને HPV રસી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
શાળામાં આપવામાં આવશે 9 થી 14 વર્ષની વિધાર્થીનીઓને HPV રસી

શાળામાં આપવામાં આવશે 9 થી 14 વર્ષની વિધાર્થીનીઓને HPV રસી

રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

રાજકોટમાં આવેલી વિદેશી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.