બોટાદના રાણપુરની કન્યા શાળામાં વિદ્યાર્થિની સાથે છેડતી મામલે કોળી સમાજે રાણપુરમાં બંધનું એલાન કર્યું હતું. જેને પગલે આજે બોટાદનું રાણપુર સજ્જડ બંધ રહ્યું હતું.
રાણપુરમાં વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા કોળી સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે. રાણપુર કોળી સમાજ દ્વારા શહેરમાં બોર્ડ મુકી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે આખું રાણપુર ગામ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. રાણપુરમાં માત્ર મેડિકલો અને હોસ્પિટલો જ ખુલ્લી છે.
બોટાદના રાણપુરમાં આવેલી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે શાળાના લંપટ શિક્ષકે બિભત્સ માંગણી કરીને છેડતી કરતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે. શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ બનાવને પગલે રાણપુર કોળી સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. રાણપુર કોળી સમાજ દ્વારા આજે રાણપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. શહેરમાં બોર્ડ મુકીને બંધનું એલાન આપ્યું છે. લંપટ શિક્ષકને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી રહી છે.
છેડતીને પગલે પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદને આધારે રાણપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.