ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે તેમના કાર્યાલય ખાતે ભાવનગરમાં લોક પ્રશ્નો સાંભળ્યા હતા. લોકો તેમના જુદા જુદા પ્રશ્નો અને સમસ્યાઓ લઈને જીતુભાઈ સમક્ષ આવ્યા હતા જે તમામને શાંતિપૂર્વક સાંભળી તેમના ઉકેલ માટે યોગ્ય કરવા તંત્રને સુચનાઓ આપી હતી. આ સાથે ભાજપના જુદા જુદા આગેવાનો કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઈ એ અરજદારોને સાંભળી તેમના પ્રશ્નના ઉકેલ માટે હૈયાધારણા આપી હતી.





