સિક્કિમ માં આજે આર્મી ટ્રકને અકસ્માત નડ્યો છે. આ ભીષણ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયા છે. અકસ્માત સર્જનાર વાહનમાં ત્રણ વાહનોનો કાફલો સામેલ છે. કાફલો સવારે ચાતણથી થંગુ તરફ આગળ વધી રહ્યો હતો. માર્ગ પર વાહન એક તીવ્ર વળાંક પર ગાડી ખાઇમાં ખાબકી ગઇ હતી. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકોના મોત થયા છે.
ભારતીય સેના વતી મૃત સૈનિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.