દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો પડકાર ભયંકર બની રહ્યો છે ત્યારે અર્થતત્રં પણ મુશ્કેલીમાં છે અને પહેલાંથી જ હાલત બગડેલી છે ત્યારે આપણા દેશના અર્થતત્રં સામે પણ ઘણા જોખમો ઉભા થઈ શકે છે તેવી દહેશત છે. નાણા મંત્રાલય દ્રારા એવી ચિંતાજનક હકિકત જણાવવામાં આવી છે કે, વૈશ્ર્વિક પરિબળોને કારણે દેશનું અર્થતત્રં મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ખાસ કરીને રશિયા અને યુક્રેનના યુધ્ધને કારણે જે પ્રતિકુલ પરિસ્થિતિ ઉભી થઈ છે તેને લઈને વિશ્ર્વના અનેક દેશો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એ જ રીતે તેની અસર ભારતમાં પણ દેખાઈ રહી છે અને આગામી દિવસોમાં પડકારો વધુ તીવ્ર બની શકે તેવી શકયતા છે.
નાણા મંત્રાલય દ્રારા એમ જણાવવામાં આવ્યું છે કે, આગામી કેન્દ્રીય બજેટમાં પણ અર્થતંત્રને ગતિશીલ બનાવવા માટેના પગલાં લેવામાં આવશે અને દરેક સેકટરને સંતોષ આપવાનો પડકાર કેન્દ્ર સરકારની સામે છે. મોંઘવારીને કાબુમાં લેવાની છે અને પુરવઠાની સાંકળનું તત્રં વધુ મજબૂત બનાવવાનું છે. એ જ રીતે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા વધે તેવા પગલાં લેવાનો પડકાર પણ સામે છે. અર્થતત્રં અત્યારે સારી પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે પરંતુ વિશ્ર્વની સામે કોરોના વાયરસના નવા વેરિયેન્ટના ભયંકર પડકાર વચ્ચે દેશના અર્થતત્રં સામે પણ હવે વૈશ્ર્વિક પરિબળોને કારણે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે તેવી સંભાવના છે. જો કે કેન્દ્ર સરકાર દરેક શકય પ્રયાસ કરી રહી છે અને અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
દેશના અર્થતત્રં વિશે વિદેશની અલગ–અલગ સંસ્થાઓ દ્રારા સમયાંતરે પરિસ્થિતિ અંગેનો અંદાજ અને રિપોર્ટ જાહેર કરવામાં આવે છે અને એ જ રીતે આઈએમએફ દ્રારા પણ દેશના અર્થતત્રં વિશે ચિંતાજનક અહેવાલ આપવામાં આવ્યો છે અને એમ જણાવવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાં વૃધ્ધિદર ૬.૮ ટકા જ રહેશે. નાણાકીય સમાયોજનની જરૂર છે કારણ કે, જોખમો વધુ દેખાઈ રહ્યા છે.