સ્મોલ વન્ડર પ્લે હાઉસ એન્ડ એક્ટિવિટી સેન્ટર દ્વારા ક્રિસમસ સેલિબ્રેશનનો કાર્યક્રમ શાનદાર રીતે ઉજવાયો. ડાન્સ મ્યુઝિક ગેમ્સ સાથે બાળકો અને ટીચર્સ ઓએ આ ઉજવણીની ભરપૂર મજા માણી હતી.

સ્મોલ વંડર્સ દ્વારા તમામ તહેવારોની સુંદર ઉજવણી કરવામાં આવે છે પ્રતિ વર્ષ ક્રિસમસની ઉજવણી આ પ્લે સ્કૂલ દ્વારા કરવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ બાળકો અને ટીચર્સ માટે રંગારંગ સેલિબ્રેશન કાર્યક્રમ યોજાઈ ગયો. સ્મોલ વંડર્સના સંચાલક હર્ષા રામૈયાએ વિશેષ ડિઝાઇન કરેલા આ કાર્યક્રમમાં ડાન્સ, મસ્તી, મ્યુઝિક, ગેમ, ફન સાથે નોલેજ પણ સામેલ હતું. ખાસ કરીને સાન્તાક્લોઝએ બાળકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ૧૫૦થી વધુ બાળકો અને ૨૦થી વધુ ટીચર્સ – આ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં સ્મોલવંડર્સ પ્લે હાઉસ અને એક્ટિવિટી સેન્ટરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.





