શહેરના ઘોઘા જકાતનાકા પર આવેલ સેન્ટ મેરી સ્કૂલ બહાર ગત રાÂત્રના સમયે ભાવનગરના વકીલ સાથે મહિલા હોમગાર્ડ દ્વારા બોલાચાલી કરાયા બાદ પીસીઆર વાન બોલાવતા પીસીઆર વાનમાં આવેલા ઘોઘા રોડ પો.સ્ટે ના એ.એસ.આઇ દ્વારા વકીલ સાથે ખરાબ વર્તન કરી વકીલને ફડાકા ઝીકી દઈ ટીંગાટોળી કરી પો.સ્ટે લઈ ગયેલ અને માફી નામુ લખાવેલ જેના વિરોધમાં આજે ભાવનગરના ત્રણેય વકીલ મંડળો દ્વારા રેલી કાઢી એએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધી ખાતાકીય તપાસ કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ૨૪ કલાકમાં કાર્યવાહી નહીં કરાય તો વકીલ મંડળો દ્વારા ધરણા અને રેલી સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી. જ્યારે એસ.પી.એ તપાસ કરી યોગ્ય કરવાની વકીલોને ખાત્રી આપી હતી.
સમગ્ર ઘટના અંગે વકીલ મંડળો દ્વારા ભાવનગર જિલ્લા પોલીસવડાને અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ગત રાÂત્રના ક્રિસ્મસની રજા હોય ભાવનગર બાર એસોસિએશનના સભ્ય જયેશભાઈ મહેતા પોતાનુ ટુવિલર વાહન લઇને સેન્ટ મેરી સ્કૂલ ઘોઘા જકાતનાકા પાસે પરિવાર સાથે ઉભા હતા આ સમયે સ્કૂલના ચોકીદાર દ્વારા જયેશભાઈને પોતાનું વાહન સાઈડમાં લેવાનું કહેલ આથી જયેશભાઈ પોતાનું વાહન કોઈને નડતરરૂપ નથી તેમ જણાવતા ચોકીદારે ત્યાં ફરજ પર હાજર મહિલા હોમગાર્ડને જણાવતા મહિલા હોમગાર્ડે જયેશભાઈ સાથે જાહેરમાં અણછાજતુ વર્તન કરી અપમાનિત કરેલ અને આવુ વર્તન ન કરવા જણાવતા મહિલા હોમગાર્ડ ઉશ્કેરાઈ જઈ ૧૦૦ નંબર પર ફોન કરી પીસીઆર વાન બોલાવતા તુરંત જ પીસીઆર વાન સાથે એએસઆઈ જે.જે. સરવૈયા આવેલ અને તેણે વકીલ સાથે ગેરવર્તન કરતા વકીલે પોતાની ઓળખ આપતા ઉશ્કેરાઈ જઈ એ.એસ.આઇ સરવૈયાએ વકીલને ફડાકા ઝીકી દીધેલ અને ટીગા ટોળી કરી પીસીઆર વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયેલ જ્યાં વકીલને માફી નામુ લખાવેલ અને દંડ ભરાવેલ વકીલે આનાકાની કરતા મહિલા હોમગાર્ડ સાથે છેડતી કર્યાની ફરિયાદ નોંધવાની પણ ચીમકી આપેલ આ અંગેની વકીલ મંડળોને જાણ થતા ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર તથા એકસીડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા આજે એસપી રવિન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી હતી અને વકીલ સાથે ખોટી રીતે ગેરવર્તન કરી ફડાકા ઝીકનાર એએસઆઇ સામે ખાતાકીય તપાસ કરવા સહિતની માંગણી કરી હતી અને ૨૪ કલાકમાં જા તેની સામે કાર્યવાહી નહીં કરાય તો વકીલ મંડળો દ્વારા ધરણા અને રેલી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી હતી.
એસપીને રજૂઆત કરવા સમયે સિવિલ બાર એસએસએનના પ્રમુખ સંજયભાઈ Âત્રવેદી, ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ શિવુભા ગોહિલ, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ડાભી તેમજ એકસીડન્ટ ક્લેમ બાર એસોસિએશનના પ્રમુખ સહિત ત્રણેય વકીલ મંડળના હોદ્દેદારો સિનિયર જુનિયર વકીલો સહિત મોટી સંખ્યામાં જાડાયા હતા વકીલ મંડળના પ્રમુખો દ્વારા બપોરના સમયે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને શહેર ભાજપ પ્રમુખ તથા વકીલ એવા રાજુભાઈ પંડ્યા ને પણ આ અંગે રજૂઆત કરી હતી આ અંગે વકીલ મંડળો દ્વારા ડિÂસ્ટ્રક્ટ જજ સમક્ષ પણ રજૂઆત કરી હતી.