ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા બાળકે ચોરી કરી હોવાની શંકા રાખી સતત ત્રણ કલાક સુધી ઢોર માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સર ટી.હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો છે.આ બનાવે શહેરમાં ચકચાર જગાવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી અંધ ઉદ્યોગ શાળામાં ધો.૬ માં અભ્યાસ કરતા ૧૩ વર્ષના એક બાળકે ચોરી કરી હોવાની શંકાના આધારે રવિવારે સવારના સતત ત્રણ કલાક સુધી માર મારવામાં આવ્યો હતો. બાદમાં બાળકના વાલીને જાણ કરવામાં આવતા મોડી સાંજે બાળકના વાલીએ આવી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ભાવનગરની સર ટી.હોÂસ્પટલ ખસેડયો હતો. શાળા દ્વારા તમારા બાળકે ચોરી કરી હોવાનું જણાવી બાળકનું લિવિંગ સર્ટી પણ આપી દીધું હોવાનું બાળકના માસી હેતલબેને મીડિયાને જણાવ્યું હતું. જાકે બાળકને કોણે માર માર્યો તે અંગે હજુ જાણવા મળેલ નથી.આ ઘટના અંગે શાળાના ટ્રસ્ટી લાભુભાઈ સોનાણીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો,પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. અંધ ઉધોગ શાળામાં બનેલી આ ઘટના અંગે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.