તળાજા તાલુકાના દાઠા તાબેના મોટી જાગધાર ગામમાં રહેતા યુવાન ઉપર આ જ ગામમાં રહેતા ચાર શખ્સોએ ગુપ્તી, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી તેના બહેન અને કૌટુંબિક ભાઈને પણ માર મારતા દાઠા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ દાતા તાબેના મોટી જાગધાર ગામમાં રહેતા નરેશભાઈ મથુરભાઈ પરમાર ( ઉં. વ. ૨૩ ) ઉપર જૂની અદાવતની દાઝ રાખી આ જ ગામમાં રહેતા અરવિંદ નાજાભાઇ, સંજય નાજાભાઇ, સુરેશ મનજીભાઈ અને જગદીશ નાજાભાઇએ ગુપ્તી, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી તેના બહેન ગવુંબેન તેમજ કૌટુંબિક ભાઈ વિપુલભાઈને માર મારી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે નરેશભાઈએ બે સગા ભાઈ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા દાઠા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.