તાજેતરમાં ૧૯ થી ૨૧ ડીસેમ્બર ચંદીગઢ પંજાબ ખાતે વર્લ્ડ મીઠાઈ નમકીન કન્વેન્શનનું આયોજન થઈ ગયું. દેશભરમાંથી અહીં આ બિઝનેશમાં જાેડાયેલા નાના-મોટા વેપારીઓ જાેડાયા હતા.
આ કન્વેન્શનમાં ભાવનગરનાં દાસ પૈડાવાળા પરીવારનાં બૈજુ મહેતાને તેમના એસોસીએશનનાં રેગ્યુલેટરી વર્ક બાબતે એકટીવ સપોર્ટ અને ઈન્ડસ્ટ્રીઝને કોન્સ્ટન્ટ ગાઈડન્સ બાબતે “પાવર હાઉસ એવોર્ડ”થી હ્લજીદ્ગસ્ (ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીન મેન્યુફેકચરસ) દ્વારા સન્માનીત કરવામાં આવેલ. તેમજ ચંદીગઢ મીઠાઈ એસોસીએશન દ્વારા તેમને “સુપર સ્ટાર ઓફ ઈન્ડસ્ટ્રીઝ”નાં એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીનમાં બૈજુ મહેતા રેગ્યુલેટરી ચેરમેનનો હોદો ધરાવે છે, તેઓ ભાવનગર મીઠાઈ ફરસાણ એસોસીએશનના પ્રમુખ અને ગુજરાત મીઠાઈ ફરસાણ મહામંડળના વાઈસ પ્રેસીડેન્ટ પણ છે. તેમના આ નોંધનીય એવોર્ડથી ભાવનગર અને ગુજરાત બન્નેનું ગૌરવ વધેલ છે.