રાજસ્થાન અધ્યાપક ભરતી પરીક્ષાનાં પેપર પેપર લીક કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. પકડાયેલી બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. ગુજરાત પાસિંગની કારમાં માસ્ટરમાઇન્ડ બેઠો હતો. પેપર લીક કેસનો માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ છે જે કારમમાં બેઠો હતો અને ત્યાંથી જ પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢીને બસમાં બેઠેલા ઉમેદવારોને પ્રશ્નપત્ર મળ્યું હતુ. આ ઉપરાંત જાણવા મળી રહ્યુ છે કે, પકડાયેલી બસ, કાર બંને એક જ માલિકની હોવાની શક્યતા સેવાઇ રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પકડાયેલી કારનો નંબર GJ 08 CC 2902 છે. આ કાર બનાસકાંઠાના ડીસાના કંસારી ગામથી રજિસ્ટર થયેલી હોવાનું સામે આવ્યું છે. આ કાર ગણપતલાલ ભગીરથરામ બિશ્નોઈના નામે રજિસ્ટર થઇ હતી. રજિસ્ટર કારનો મોબાઈલ નંબર અંગે ખુલાસો થયો હતો. મોબાઈલ નંબર બસ ચાલક પિરારામ બિશ્નોઈનો હોઈ શકે છે. રાજસ્થાન પેપર લીક કેસમાં બનાસકાંઠા સુધી તાર જોડાયા હોવાની શક્યતા છે.
રાજસ્થાન પરિવહનની બસમાં પેપર સોલ્વ કરાઈ રહ્યુ હતુ. આર. જે. ટ્રાવેલ્સની બસ રાજસ્થાન પરિવહનમાં કોન્ટ્રાક્ટ પર કાર હતી. બસને ગુજરાત પાસિંગની કાર એસ્કોર્ટ કરતી હતી. કારમાં માસ્ટર માઈન્ડ સુરેશ બિશ્નોઈ બેઠો હતો. સુરેશ પાસે લેપટોપ અને પ્રિન્ટર પણ હતું. સુરેશે રાત્રે બે કલાકે પેપર લીક કર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. વોટ્સએપ પર આવેલા પેપરની પ્રિન્ટ કાઢીને બાદમાં બસમાં ઉમેદવારો પાસે પેપર સોલ્વ કરાયું હતું.