મહુવા તાલુકાના કંટાસર ગામની સીમમાં એક નવજાત શીશુ મળી આવવાની ઘટનામાં મહુવા પોલીસે તપાસ હાથ ધરી સગીરા ઉપર દુષ્કર્મ કરી ગર્ભ રાખી દેનાર શખ્સને ઝડપી તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ મહુવાના કંટાસર ગામ નજીક તાજું જન્મેલ બાળક મળી આવતા ગામના તાલુકા પંચાયતના સભ્યએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ દરમ્યાન આ કામે નવજાત શીશુને ત્યજી દેનાર ઇસમ મળી આવતા તેઓ વિરૂધ્ધ ઘોરણસરની કાર્યવાહિ કરવામાં આવી હતી.
પોલીસ તપાસના અંતે ભોગબનનાર સગીરવયની બાળા નવેક મહિના પહેલા પોતે શાળાએ ભણવા માટે જતી હતી. તે દરમ્યાન કંટાસર ગામનો લાલજી ઉર્ફે લાલો રાઘવભાઇ ચૌહાણના ઘર પાસેથી પસાર થતા, આરોપીએ ભોગબનનારને પકડી તેના ઘરે લઇ જઇ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ કરી, આ વાતની કોઇને જાણ કરશે તો ભોગબનનાર તથા તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગબનનાર સગીરાને ગર્ભ રહી જતા ભોગબનારએ બાળકને જન્મ આપેતા નવજાત બાળકને કંટાસર ગામ નજીક તરછોડી દીધુ હતું.
મહુવા પોલીસે આરોપીને ઝડપી આ કામની આગળની તપાસ મહુવા નાયબ પોલીસ અધીક્ષક જે.એચ.સરવૈયા ચલાવી રહ્યા છે. વધુ આગળની કાર્યવાહિ હાથ ઘરેલ છે.