ભાવેણાનો દરિયાકિનારે ઘણા પૌરાણિક શિવાલયો જાેવા મળે છે તેમાંય ભાવનગરથી ચાલુ કરો તો સૌ પ્રથમ કોળિયાક દરિયાકિનારે શ્રી નિષ્કલંક મહાદેવ, ગોપનાથ ખાતે ગોપનાથ મહાદેવ, દયાળ ગામે શ્રી રત્નેશ્વર મહાદેવ, કળસાર ખાતે શ્રી બથેશ્વર મહાદેવ અને મહુવાના ખરેડ ગામ નજીક પિંગળેશ્વર મહાદેવ બિરાજમાન છે. તેમાય કળસારના દરિયાકિનારે આવેલ બથેશ્વર મહાદેવના દર્શન સૌ કોઈ ભક્તો દાદાની શિવલિંગને બથ ભરીને દર્શન કરી શકે છે. અહીં આવેલ શિવલિંગને આખી બથ નથી ભરી શકાતી તેથી આ શિવાલય બથેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અહીં પણ નિષ્કલંક મહાદેવની જેમ દરિયામાં ભરતી ઓટ આવતી હોવાથી તે સમય મુજબ દર્શન કરી શકાય છે.