તાજેતરમાં અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,મુંબઈ ખાતે તા ૧૯થી૨૨ ડિસેમ્બર ૨૨ દરમ્યાન યોજાયેલ ત્રીજી નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત સહિત દેશના દરેક રાજ્યોથી સ્ટેટ ચેમ્પિયન ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ભાવનગરની ઋચા ઓમ ત્રિવેદી એ (ઋચા- યજુર્વી) ની જાેડીએ આર્ટીસ્ટીક પેર અને ગ્રુપ ઇવેન્ટ રમી બન્નેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૨ ગોલ્ડ મેડલ અંકે કર્યા હતા સાથે ઋચા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ કવાલીફાઈ થતાં આગામી સમયમાં તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી દેશને ગૌરવ અપાવશે.
ઋચા ના બે ગોલ્ડ સાથે ભાવનગર જિલ્લાએ ૧૧ મેડલ અંકે કરવા સાથે ગુજરાતે જનરલ ચેમ્પિયનશિપ અંકે કરી હતી. ઉલ્લેખનીય છે કે ગિજુભાઈ કુમાર મંદિર દક્ષિણામૂર્તિ,ભાવનગર ની ધો ૭માં અભ્યાસ કરતી ઋચા ૬ વર્ષની ઉંમરથી યોગ કોચ રેતુભા ગોહિલના માર્ગદર્શન નીચે યુનિ.યોગ હોલ ખાતે યોગ રમી રહી છે,આ અગાઉ પણ ઋચાએ સ્ટેટ,નેશનલ અને ઇન્ટનેશનલ કક્ષાએ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવી દેશ,રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું છે.
મુંબઈ ખાતે યોજાયેલ ત્રીજી રાષ્ટ્રીય યોગાસના સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં યોગ ગુરૂ આર.જે.જાડેજા સહિત વિવિધ રાજ્યોના યોગ નિષ્ણાંતો તથા એસો.ના મુરબ્બી સંતોષભાઈ કામદાર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ ખેલાડીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું.