Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવેણાની ૧૨ વર્ષીય ઋચા ત્રિવેદી યોગામાં વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ક્વોલીફાઇ

ત્રીજી રાષ્ટ્રીય યોગાસના સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપમાં ૨ ગોલ્ડ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ આવી

aaspassdaily by aaspassdaily
2022-12-28 14:14:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તાજેતરમાં અંધેરી સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ,મુંબઈ ખાતે તા ૧૯થી૨૨ ડિસેમ્બર ૨૨ દરમ્યાન યોજાયેલ ત્રીજી નેશનલ યોગાસના સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપમાં ગુજરાત સહિત દેશના દરેક રાજ્યોથી સ્ટેટ ચેમ્પિયન ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ભાવનગરની ઋચા ઓમ ત્રિવેદી એ (ઋચા- યજુર્વી) ની જાેડીએ આર્ટીસ્ટીક પેર અને ગ્રુપ ઇવેન્ટ રમી બન્નેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૨ ગોલ્ડ મેડલ અંકે કર્યા હતા સાથે ઋચા વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ કવાલીફાઈ થતાં આગામી સમયમાં તેઓ વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી દેશને ગૌરવ અપાવશે.


ઋચા ના બે ગોલ્ડ સાથે ભાવનગર જિલ્લાએ ૧૧ મેડલ અંકે કરવા સાથે ગુજરાતે જનરલ ચેમ્પિયનશિપ અંકે કરી હતી. ઉલ્લેખનીય છે કે ગિજુભાઈ કુમાર મંદિર દક્ષિણામૂર્તિ,ભાવનગર ની ધો ૭માં અભ્યાસ કરતી ઋચા ૬ વર્ષની ઉંમરથી યોગ કોચ રેતુભા ગોહિલના માર્ગદર્શન નીચે યુનિ.યોગ હોલ ખાતે યોગ રમી રહી છે,આ અગાઉ પણ ઋચાએ સ્ટેટ,નેશનલ અને ઇન્ટનેશનલ કક્ષાએ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવી દેશ,રાજ્ય અને જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ અપાવ્યું છે.
મુંબઈ ખાતે યોજાયેલ ત્રીજી રાષ્ટ્રીય યોગાસના સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશીપમાં યોગ ગુરૂ આર.જે.જાડેજા સહિત વિવિધ રાજ્યોના યોગ નિષ્ણાંતો તથા એસો.ના મુરબ્બી સંતોષભાઈ કામદાર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ ખેલાડીઓને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું હતું.

 

Tags: bhavnagarRucha trivediyog world championship
Previous Post

ડેપ્યુટી પર્યાવરણ ઇજનેરને કમિશનરે નોટિસ ફટકારી, વિગતો દબાવી દેવાઇ !

Next Post

ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 ના મોત

જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.