ખેતી કરતાં ખેડૂતોને જાનવરો તેમના પાકને નુકસાન પહોંચાડશે તેવો ડર લાગતો હોય છે, જેના કારણે ખેતર ફરતે કરંટવાળો તાર (ઝટકા મશીન) મૂકતા હોય છે. જોકે ઘણી વખત આવા તારવાળી વાડ તેમના માટે મુસીબતનું કારણ પણ બને છે. તાપી જિલ્લામાં ખેતી પાકને બચવવા મુકેલી કરંટવાળા તારથી એક જ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત થયા છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં રહેતા એક ખેડૂતે તેના પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી. જેમાંથી કરંટ લાગતાં પિતા, માતા અને પુત્રના મોત થયા હતા. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મૃતકના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.