અમેરિકામાં બરફનું તોફાન સતત તબાહી મચાવી રહ્યું છે. ક્રિસમસ દરમિયાન દેશના લગભગ 20 કરોડ લોકો આ વાવાઝોડાંથી પ્રભાવિત છે. તીવ્ર ઠંડીને કારણે 34 લોકોનાં મોત થયાં છે. કેનેડામાં પણ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. એમ્બ્યુલન્સ દર્દીઓ સુધી પહોંચી શકતી નથી. ઘણાં શહેરોમાં વીજળી નથી. હજારો ધંધાઓ ઠપ થઈ ગયા છે. તોફાનની અસર મેક્સિકોમાં પણ જોવા મળી રહી છે. શિયાળાના આ ભયંકર તોફાનને બોમ્બ સાઇક્લોન કહેવામાં આવી રહ્યું છે. આવો જાણીએ શું છે સ્થિતિ…
શિયાળાના આ ભયંકર તોફાનને બોમ્બ સાઇક્લોન કહેવામાં આવી રહ્યું છે, એટલે કે થોડા કલાકોમાં એ જીવલેણ બની જાય છે. આ દરમિયાન તોફાનનું દબાણ સંપૂર્ણપણે ઘટી જાય છે. અમુક વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય છે અને ભારે પવન ફૂંકાય છે. બોમ્બ સાઇક્લોનની સ્થિતિ કેટેગરી-1ના ચક્રવાત જેવી જ છે. ચક્રવાતે અમેરિકાના 3 હજાર 200 કિલોમીટરના વિસ્તારને લપેટમાં લીધો છે. અમેરિકાના મોન્ટાના શહેરમાં તાપમાનનો પારો માઈનસ 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. આ સાથે જ ન્યૂયોર્ક સ્ટેટના બફેલો શહેરમાં 8 ફૂટ બરફ જામ્યો હતો. અમેરિકા-મેક્સિકો બોર્ડર પર લોકો ઠંડીથી પરેશાન છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી.
ખરાબ હવામાનને કારણે 48 કલાકમાં 10 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. લોકો તેમના ઘરે જઈને નાતાલની ઉજવણી કરી શક્યા ન હતા. તેણે એરપોર્ટના ફ્લોર પર સૂઈને રાત પસાર કરવી પડી હતી. કારમાં મુસાફરી કરી રહેલા ઘણા લોકો રસ્તામાં જ ફસાઈ ગયા હતા.
3 હજાર કિલોમીટર સુધી બરફ
અમેરિકાના ચિયાન સિટીમાં માત્ર અડધા કલાકમાં જ 40 ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. આ શહેર વ્યોમિંગ રાજ્યમાં આવે છે અને અહીં 24 કલાકમાં તાપમાન 51 ડિગ્રી સુધી નીચે જોવા મળ્યું હતું. બપોરે 1:05 વાગ્યે તાપમાન 6.1 ડિગ્રી હતું પરંતુ 1:35 સુધીમાં તે ઘટીને માઈનસ 16 ડિગ્રી પર આવી ગયું હતું. બે કલાકમાં તે માઈનસ 22 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ તોફાનના કારણે ત્રણ હજાર કિલોમીટરથી વધુ સુધી બરફ ફેલાઈ ગયો છે. જેના કારણે લોકો વાહન ચલાવી શકતા નથી. ટેક્સાસમાં પાવર કટ છે અને લોકોને ખબર નથી કે શું કરવું. હીટિંગના સાધનો ચાલુ કરવામાં આવતા નથી અને તેના કારણે શિયાળાનો સામનો કરવો મુશ્કેલ બની ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ લોકોને આ તોફાન અંગે ચેતવણી આપી હતી. તેણે કહ્યું, ‘આ સામાન્ય સ્નો ડે જેવું નથી જ્યારે તમે બાળક હતા અને બરફ સાથે રમતા હતા. તે ખૂબ જ ડરામણું છે અને સાવચેત રહેવાની જરૂર છે.
વિશ્વ પ્રસિદ્ધ નાયગ્રા ધોધ થીજી ગયો
અમેરિકામાં આવેલા બર્ફીલા તોફાનના કારણે કેટલાય વિસ્તારોમાં બરફની સફેદ ચાદર ઢંકાઈ ગઈ છે અને દુનિયાના સૌથી પ્રસિદ્ધ ધોધ નિયાગ્રા ફોલ્સ પણ આંશિક રીતે જામ થઈ ગયો છે. અહીં નિયાગ્રા નદી પર ઠોસ બરફ જામી ગયો છે. અને આ બરફના કારણે ન્યૂયોર્ક સુધી પહોંચવું સંભવ થયું છે. જો કે, નિયાગ્રા નદીનો તેજ વહેણે તેને જામ થવા દીધો નથી. દુનિયાભરમાંથી આવતા પર્યટકો ખાસ કરીને નિયાગ્રા ફોલ્સ જોવા આવે છે. અહીં નિયાગ્રા ફોલ્સ યૂએસએ વેબસાઈટ અનુસાર, નિયાગ્રા નદી અને ફોલ્સ સમગ્રપણે જામ થવું અસંભવ છે. પણ તોફાનના કારણે અહીં સમગ્ર વિસ્તારમાં વિંટર વંડરલેન્ડમાં બદલાઈ ગયું છે.