વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમિટ હોઇ ગઈકાલે PM મોદી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો પણ હતા. જોકે હવે હીરાબાની તબિયતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો આવ્યો છે. ગઇકાલે સવારમાં તબિયત નાદુરસ્ત થતાં તેઓને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે ગઈકાલે હેલ્થ બુલેટીન બહાર પાડ્યું હતું કે, તેઓની તબિયતમાં સુધારો થયો છે. આજે સવારે ફરી એકવાર CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચી ગયા છે. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.