લાઠીના આંગણે યોજાયેલી રામકથા “માનસ- શંકરના પાંચમા દિવસે પૂ.મોરારીબાપુએ પોતાની વાણીને વહાવતા પાંચમા દિવસની કથાને આગળ લઈ જતા કહ્યું કે રામકથા એ જ્ઞાનયજ્ઞ નથી પરંતુ પ્રેમયજ્ઞ છે અને મારી જીભ રામ નામ માટે પેટન્ટ થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં સર્વ જન હિતાય જે પ્રવૃત્તિ થાય છે તેમાં હું મારો રાજીપો રેડું છું.
બાપુએ કહ્યું કે પાંચ સમય કઠિન હોય છે જેમાં મરી જવું, જીવવું હોય ત્યારે મરવું પડે. પ્રેમ સુધી પહોંચવાનું સત્ય સ્વર્ગ છે.પ્રેમને સંકિણૅ ન સમજીએ પણ આપણે પહેલી તારીખને પ્રેમ દિવસ તરીકે ઉજવવો જાેઈએ. ભગવાન ઈસુએ પ્રેમાવતાર છે. પ્રેમતત્વ મહિમાવંત છે, તેથી કહેવાય છે કે’ સબ નર કરી પરસ્પર પ્રીતિ’ શ્રોતાઓ ૧૪ પ્રકારના અને વક્તાઓ ૧૦ પ્રકારના હોય છે.તેમાં માટી, પોપટ, ઘોડા, મનિશી, બિલાડી, મચ્છર, કાગડો, સર્પ વગેરેનું રૂપક શ્રોતાઓને અપાયું છે. જેની પાસે સત્ય છે તે અભય રહી શકે છે. આખા વિશ્વને પ્રેમ કરે તે ખરો વૈષ્ણવ હોય, નરસિંહ તેનું ઉદાહરણ છે. આખા જગતને પોતાનો પરિવાર સમજે તે શંકર. શંકર સાત પગલાં વચ્ચે ઘૂમી રહ્યાં છે. ભાગ્યની ત્રણ જગ્યાએ રેખાઓ હોય છે કપાળ હાથ અને પગમાં.વિદ્યા, જ્યોતિષ વિદ્યા સાચી છે પરંતુ તેનો કોઈ ધર્મને મળે તો! સતી માટે જે જ્યોતિષ જાેવામાં આવ્યું તે શતપ્રતિશત સાચું પડ્યું.
આજની કથા શિવચરિત્ર અને દક્ષનો યજ્ઞ અને સતીનું અગ્નિમાં હોમાઈ જવું અને પછી પુનઃ હિમાલયના ઘેર જન્મ લેવો તેની આસપાસ ચાલી હતી. સતી જ્યારે જન્મ લે છે ત્યારે હિમાલયના પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છે. તેથી જેમનાં ઘરે પણ પુત્રીનું અવતરણ થાય ત્યારે પુત્રથી પણ વધુ સવાયો અવસર બધાંએ ઉજવવો જાેઈએ. શિવ વિવાહની કથા પૂરી કરી કથાને વિરામ આપવામાં આવ્યો હતો.