ભાવનગરના વાળુકડ ગામની સીમમાં આવેલ ખાંટડી ગામના શખ્સની વાડીના શેઠે આવેલી બાવળની કાંટમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની ૧૮ પેટી ઝડપી લઇ એલ સી.બી.એ વાડી માલિક વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ એલ.સી.બી. પોલીસને મળેલી બાતમીના આધારે ભાવનગરના વાળુકડ ગામની સીમમાં આવેલ ખાંટડી ગામમાં રહેતા વિક્રમસિંહ ભગુભા રાયજાદાની વાડીમાં દરોડો પાડી, વાડીના શેઢામાં આવેલ બાવળની કાંટમાંથી ઇંગ્લિશ દારૂની ૧૮ પેટી (૨૧૬ બોટલ) કિં. રૂ.૭૫,૬૦૯ ઝડપી લીધી હતી.
એલ.સી.બી. એ ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કરી વાડીના માલિક વિક્રમસિંહ ભગુભા રાયજાદા વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.