હીરાબાના નિર્વાણને પ્રણામ કરી હ્રદયના ભીના ભાવ સાથે મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
“યશસ્વી અને અમારા રાષ્ટ્રના રાષ્ટ્ર પુરુષ, આત્મીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી. જય સીયારામ.
હમણાં પૂજ્ય હીરાબાના નિર્વાણના સમાચાર મળ્યા. આપના જેવા સપૂતને રાષ્ટ્ર અને દુનિયાની સેવા કરવા સમર્પિત કરનાર માતાની વિદાયથી કોને પીડાના થાય ? પૂજ્ય માના નિર્વાણને મારા પ્રણામ. એક સાધુ તરીકે હૃદયના ભીના ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પુ છું. આપ સૌને અને પુરા પરિવારને મારી દિલસોજી પાઠવું છું. ધન્ય માતા,ધન્ય પુત્ર,ધન્ય પરિવાર!
રામ સ્મરણ સાથે,
बापू,”
મોરારિબાપુ
રામકથા
લાઠી
૩૦-૧૨-૨૦૨૨