વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાનું નિધન થતા લીલા ન્યુઝ નેટવર્કના મેનેજિંગ તંત્રી કોમલકાંત શર્માએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શ્રદ્ધા સુમન અર્પણ કરતા તેમણે જણાવ્યું કે, ઈશ્વરના ચરણોમાં પહોંચેલ આ દિવ્ય ચેતનાને મારા વંદન, માતા તે પૃથ્વી પર ઈશ્વરનું સ્વરૂપ હોય છે અને તેની છત્રછાયા ગુમાવવી તે સૌથી મોટું દુઃખ હોય છે. આ દુઃખદ ક્ષણે સમગ્ર લીલા પરિવાર પણ વડાપ્રધાનના દુઃખમાં સહભાગી છે.
લીલા ગ્રુપ ઓફ કંપનીના સંચાલક કોમલકાંત શર્માએ જણાવ્યું કે, માતાના આશીર્વાદ એટલે ઈશ્વર કૃપા, મારી માતા લીલાવતીબેનના આશીર્વાદથી આજે હું જે પણ કંઈ છું તે છું. વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર તેમની માતાના સદાય આશીર્વાદ રહ્યા છે અને હીરાબા હવે સદેહે નથી પરંતુ તેમની દિવ્ય ચેતનાના આશીર્વાદ શુભ આશિષ તેમના પર સદાય રહેવાના છે. પૂજ્ય હીરાબાના ચરણોમાં વંદન સાથે તેમની દિવ્ય ચેતનાને પ્રણામ