ભાવનગરના બંદર રોડ મીઠાના અગર સામે આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ ઇસમોને ડી.વાય.એસ.પી.સ્ક્વોડે ઝડપી લઇ રૂ.૧.૧૯લાખ રોકડા કબજે કર્યા હતા, જ્યારે એક ઇસમ ફરાર થઈ ગયો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના બંદરરોડ, મીઠાના અગર સામે આવેલ ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જુગાર રમતા હોવાને મળેલી બાતમીના આધારે ડી.વાય.એસ.પી. સ્કવોડે બોરતળાવ પોલીસ સ્ટાફને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા અસલમ યુસુફભાઈ બેલીમ, મનોજ ચંદુભાઈ રાઠોડ, ભદ્રેશ ઘનશ્યામભાઈ રાઠોડ, અશોક ભોપાભાઈ ચૌહાણ,આરીફ કાદરભાઈ કાલવા મળી આવ્યા હતા,જ્યારે વિજય છગનભાઈ ગોહિલ ફરાર થઈ ગયો હતો.
પોલીસે જુગાર રમતા ઝડપાયેલા પાંચ ઈસમો પાસેથી તેમજ પટમાંથી રૂ.૧.૧૯ લાખ રોકડા કબજે કરી તમામ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.