સીતારામ બાપુના વ્યાસાસને શિવકુંજ આશ્રમે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં ૧૨૧ ભુદેવોએ પોથીની પુજા સાથે પુરૂ સુકતના પાઠથી નૃસિંહ પ્રાગટય અને વામન અવતારની કથાને દિવ્યતાનો ઓપ આપયો હતો.
કથામાં પુજય બાપુએ કરૂણાધર્મ ૫૨ વાત કરી કે જે માગી શક્તા નથી અને જરૂરીયાતમંદ છે તેને આપીએ તે કરૂણા છે. દેવ મંત્રને આધિન અને મંત્ર બ્રાહ્મણને આધિન છે તેથી જીવનમાં પવિત્રતાને મહત્વ આપતાં કહેલ કે આજે સ્વચ્છતા છે પરંતુ પવિત્રતા નથી. જેથી સ્નાનથી તન અને પ્રાર્થનાથી મન સાફ કરવું જોઇએ.
કથામાં સંસ્કારની સુવાસ સમી ઘટના બની હતી, જેમાં બારસો શીવ વાડીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી રવિભાઇ બારૈયાની પુત્રી બ્રિજેની બહેન જે ફક્ત ચાર વર્ષની છે તેણે તેની બચતનો ગલલો કે જે રૂા. ૫,૫૫૫/- જેવી ૨કમ મંદિર નિર્માણ માટે પું બાપુને અર્પણ કરી હતી.
લોકસાહિત્યકાર મેરાણ ગઢવીએ શિવતાંડવ તથા હનુમાન અષ્ટકની પ્રસ્તુતી સાથે બ્રાહ્મણ, ચારણ અને સંતની સુંદર વ્યાખ્યા કરી લોકોને તેમની લક્ષમી પવિત્ર કરવા જણાવેલ. બંને ઉત્સવની આરતીનો લાભ ઋષીરાજ જયંતીલાલ પંડયા પરિવારે તથા કાળુભાઇ અને સુરેશભાઇ તેમજ કાંતીભાઇ ધાંધલ્યા પરિવારે લીધો હતો.