શહેરની મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવને ૧૦ કરોડથી વધુના ખર્ચે બ્યુટીફીકેશન કરી રમણીય બનાવાયું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સફાઇ અને જાળવણીના અભાવે તળાવના પાણીમાંથી દુર્ગંધ આવવા સાથે ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. તંત્રના વારંવાર કાન આંમળ્યા બાદ આખરે ગંગાજળીયા તળાવમાં ઉગી નીકળેલ ઘાસની સફાઇ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે બે બોટ સાથે તળાવમાંથી મોટી માત્રામાં કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.