સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની કાતિલ ઠંડીનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે સાથોસાથ ઉત્તર તરફથી ફૂકાય રહેલા હિમ પવનના કારણે ઠંડીનુ જાેર વધ્યુ છે દિવસ દરમિયાન પણ સરેરાશ ૧૮ થી ૨૪ ાદ્બની ઝડપે ફૂકાઈ રહેલા કાતિલ પવનના કારણે લોકોએ ધ્રુજારી અનુભવી હતી. રાજ્યના અનેક શહેરોમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યું છે. સૌથી વધુ નલીયા ઠંડુગાર થઇ જવા પામ્યું છે.
જમ્મુ કાશ્મીર હિમાલય સહિત ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાના કારણે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની કાતિલ ઠંડીનો બીજાે રાઉન્ડ શરૂ થવા પામ્યો છે રાજ્યના અનેક શહેરોમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે જેમાં નલિયા, કચ્છ, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રી કરતાં પણ નીચો પહોંચી જવા પામ્યો છે ભાવનગર શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે તાપમાનનો પારો નીચે ઉતરી ગયો છે ગઈકાલે શહેરમાં સરેરાશ ૧૮ થી ૨૪ કિલોમીટરની ઝડપે ટાઢો બોળ પવન ફૂંકાયો હતો જેના કારણે દિવસ દરમિયાન પણ લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો અને દિવસે પણ ગરમ વસ્ત્રો ધારણ કરેલા રાખ્યા હતા.
શહેરમાં રાત્રિના સમયે ફૂકાઈ રહેલા ટાઢાબોળ પવનના કારણે લોકોને બહાર નિકળવુ મુશ્કેલ બન્યું છે. અને લોકો કામ વિના ઘરની બહાર નિકળવાનુ પણ ટાળી રહ્યા હોય રાત્રીના સમયે શહેરના મોટા ભાગના રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. કાતિલ ઠંડીથી બચવા લોકો તાપણીનો પણ સહારો લઈ રહ્યા છે. આ ઉપરાંત શિયાળુ પાકની પણ માગ વધવા લાગી છે. જ્યારે ઠંડીમાં રક્ષણ મેળવવા તલ સાકળી અને સાનીનુ પણ સેવન કરી રહ્યાં છે. બીજી તરફ ટાઢાબોળ ભારે પવનના કારણે શાળાએ જતા બાળકોની હાલત કફોડી બની રહી છે. જાેકે હજુ થોડા દિવસ ઠંડીનુ જાેર યથાવત રહેશે તેવુ મનાય રહ્યું છે.
શરદી, ઉધરસ સાથે હ્દય અને શ્વાસ સંબધીત દર્દીઓ વધ્યા
રાજ્ય ભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ફરી વળેલા કાતિલ ઠંડીના મોજાના કારણે શરદી, ઉધરસના દર્દીઓમાં ધરખમ વધારો થવા પામ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં સિઝનલ વાયરલના દર્દીઓની ઓપીડી પણ વધી રહી છે સાથોસાથ હ્રદય રોગના અને શ્વાસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે આથી કાતિલ ઠંડીમાં સાવચેતી રાખવા પણ ડોક્ટરો દ્વારા સલાહ અપાય છે.