Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખોટા આરોપમાં જેલમાં રહેવા બદલ મધ્યપ્રદેશની સરકાર સામે 10 હજાર કરોડનો દાવો

ગેંગરેપના ખોટા આરોપમાં બે વર્ષ જેલમાં રહ્યો, મુક્ત થયા બાદ સરકાર પાસે માગ્યું 10 હજાર કરોડનું વળતર

aaspassdaily by aaspassdaily
2023-01-04 11:36:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રતલામમાં રહેતો આદિવાસી સમુદાયનો એક વ્યક્તિએ ગેંગ રેપના આરોપમાં નિર્દોષ જાહેર થતાં ખોટા આરોપમાં 666 દિવસ સુધી જેલમાં રહેવા બદલ મધ્યપ્રદેશની સરકાર સામે 10,00૦ કરોડથી વધુનો દાવો માંડ્યો છે. જેમાંથી 10 હજાર કરોડ રૂપિયા ‘ભગવાન તરફથી માણસોએ ગુમાવેલી ગિફ્ટ… જેમ કે, સેક્સુઅલ પ્લેઝર’ માટે માગવામાં આવ્યા છે. ઓક્ટોબર 2022ના રોજ યુવકને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. 35 વર્ષીય અરજાર કાંતુ ઉર્ફે કાંતિલાલ ભીલ ભલે જેલમાંથી બહાર આવી ગયો હોય પરંતુ હજી તેને નિયમિત અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. તેનું કહેવું હતું કે, તેના પર લાગેલા ખોટા આરોપોના કારણે થયેલી જેલના લીધે માત્ર તેણે જ યાતના સહન નથી કરી પરંતુ તેની પત્ની, બાળકો અને વૃદ્ધ માતાને પર ભારે પીડામાંથી પસાર થવું પડ્યું હતું.
કાંતુએ કહ્યું હતું કે, ‘બે વર્ષના જેલવાસ દરમિયાન જે વેદના મેં સહન કરી છે તેને વર્ણવી શકું તેમ નથી. મારા પરિવારને ઈનરવેઅર ખરીદવા પણ પોસાય તેમ નથી. મેં જેલમાં ઠંડી અને ગરમીના દિવસો કપડાં વગર દિવસો કાઢ્યા છે. જેલમાં રહેવાના કારણે મને ચામડીનો રોગ થયો છે અને અન્ય કેટલીક બીમારીઓ પણ ઘર કરી ગઈ છે, જેમાં માથાનો દુખાવો પણ એક સમસ્યા છે, જેલમાંથી બહાર નીકળ્યા બાદ પણ રાહત મળી નથી’. કાંતુના પરિવારમાં છ સભ્યો છે અને તે એક માત્ર કમાનારો છો. ‘જરા વિચારો કે મારા વગર તેમના પર શું વીત્યું હશે’, તેમ તેણે ઉમેર્યું હતું.
‘ભગવાનની દયાથી હું જેલમાંથી બહાર આવી ગયો છે’, તેમ કાંતુએ કહ્યું હતું અને વકીલે એક પણ રૂપિયાની ફી લીધા વગર કેસ લડ્યા હોવાનું કહ્યું હતું. હવે તેને જેલના સળીયા પાછળ પસાર કરેલા દરેક દિવસનું વળતર જોઈએ છે. ઈન્ડેમ્નિટી (નુકસાન સામે ચૂકવાનું વળતર) અરજીમાં પોલીસ પર તેની વિરુદ્ધ ‘ખોટા, બનાવટી અને બદનક્ષીભર્યા નિવેદનો’ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ખોટા આરોપોના લીધે તેનું જીવન અને કરિયર ખરાબ થઈ ગયું.વેપાર, વ્યવસાય, પ્રતિષ્ઠા અને સન્માન ગુમાવવું, શારીરિક નુકસાન અને માનસિક પીડા, પારિવારિક જીવનની ખોટ અને શિક્ષણ તેમજ કરિયરની આગળ વધારવા માટે ગુમાવેલી તક માટે તેણે 1 હજાર કરોડનું વળતર માગ્યું છે. આ સિવાય તેણે 10 હજાર કરોડ રૂપિયા ‘ભગવાન તરફથી માણસોએ ગુમાવેલી ગિફ્ટ… જેમ કે, સેક્સુઅલ પ્લેઝર’ માટે 10 હજાર કરોડ માગ્યા છે. આ સાથે જેલમાં રહેવા દરમિયાન થયેલા કાયદાકીય ખર્ચ માટે 2 લાખ માગ્યા છે. અરજી પર 10 જાન્યુઆરીએ સુનાવણી થશે તેમ તેના વકીલ વિજય સિંહ યાદવે જણાવ્યું હતું.

Tags: 10000 crore reward case against MP government
Previous Post

ગુજરાતમાં હૃદય-શ્વાસની બિમારીમાં કેસોમાં મોટો વધારો

Next Post

૧૮ કી.મી.ની ઝડપે ફૂકાયેલા ટાઢાબોળ પવનથી લોકો થથર્યા

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
૧૩ ડિગ્રી સાથે ભાવનગરમાં શિતલહેર

૧૮ કી.મી.ની ઝડપે ફૂકાયેલા ટાઢાબોળ પવનથી લોકો થથર્યા

કોર્પોરેશનની કેટલ ડ્રાઇવમાં બપોર સુધીમાં ૫૦ પશુ ડબ્બે પુરાયા, સાંજ સુધીમાં ૧૦૦ ઢોર પકડવાનો ટાર્ગેટ

કોર્પોરેશનની કેટલ ડ્રાઇવમાં બપોર સુધીમાં ૫૦ પશુ ડબ્બે પુરાયા, સાંજ સુધીમાં ૧૦૦ ઢોર પકડવાનો ટાર્ગેટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.