સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં બેટી બચાવો બેટી પઢાવો મેળો યોજાઈ ગયો.
દેશની નવી પેઢી કુશળ રહે તેવા શુભ આશયથી તા.૫ જાન્યુઆરીએ યોજાયેલ મેળામાં મેયર, ધારાસભ્ય, કલેક્ટર તેમજ સંકલિત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા બાલવાડી વિભાગના અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ પ્રસંગે ૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ હેતુને લક્ષમાં રાખી માર્ગદર્શન આપવામાં આવેલ.
શિશુવિહાર સંસ્થાએ પણ છેલ્લા ૧૧વર્ષથી યોજાતા આંગણવાડી તાલીમનું નિદર્શન આપ્યું હતું.આ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક કીર્તિબેન દાણીધારીયાના વરદહસ્તે શિશુવિહારની સેવા પ્રવૃત્તિનું અભિવાદન થયું હતું. જે સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટે સ્વીકાર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન ઘટક એક અને બે ના જિલ્લા સંયોજકો દ્વારા થયું.





