ભાવનગર મહાનગર પાલિકાનાં ઘરવેરા વિભાગ દ્વારા બાકી મિલકત-વેરા અન્વયે મોટા પાયે રીકવરી કરવાનું આયોજન કરી તેના ભાગ રૂપે ગત છેલ્લા બે દિવસોમાં મહાનગરપાલિકાના મીલ્કત કર વિભાગનાં ત્રણેય ઝોન દ્વારા કુલ ૫૯ મિલકતોમાં રીકવરીની કામગીરી કરવામાં આવેલ. ઉક્ત રીકવરીના પ્રયાસો થકી બે દિવસોમાં કુલ ૨૯૬ કરદાતાઓ દ્વારા કુલ ૪૦ લાખ રૂપિયાનો મિલકતવેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો.
ડીસેમ્બર-૨૦૨૨ મહિના દરમિયાન ઉક્ત રીકવરીના પ્રયાસો થકી કુલ ૨૧૪૮ કરદાતાઓ પાસેથી રૂ. ૨.૨૦ કરોડનો મિલકતવેરો વસુલ લેવામાં આવેલ છે. જયારે જાન્યુઆરી મહિનાના પ્રથમ ૫ દિવસોમાં જ ૬૭ લાખ રૂપિયાનો મિલકતવેરો વસુલવામા આવેલ છે. બાકી વેરાવાળી મિલ્કતો પૈકી મોટા પ્રમાણમાં રહેણાંકીય તથા કોમર્શીયલ મિલકતોનો વેરો બાકી હોવાથી આવા બાકી કરદાતાઓને ભાવનગર મહાનગરપાલિકાની સઘન રીકવરી-ઝુંબેશથી બચવા પોતાની મિલકતનો બાકી મિલકત-વેરો સત્વરે ભરપાઈ કરવા તાકીદ કરાઇ છે.