શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંતો ધારો લાગુ કરવાની માગ લાંબા સમયથી થઈ રહી છે, ગુરુવારે અશાંતધારા નાગરિક સમિતિ કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરાટ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. લોકો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એજ દર્શાવે છે કે લોકોની માનસીક શાંતિ ડહોળાઈ છે.
ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલ્કત પ્રોપર્ટી ઉંચા ભાવે ખરીદી આખા એરીયાઓ પર કબ્જા કરવાની મેલી મુરાદ ધરાવતા હોવાની ફરિયાદ અશાંતધારા નાગરિક સમિતિ ભાવનગરે કરી છે અને ભૂતકાળમાં બનેલ અતિ ગંભીર અપરાધિક બનાવો રાષ્ટ્ર દ્રોહીના અપરાધીઓ ઝડપાવા સહિત જાહેર સુલેહ-શાંતિના અસ્તિત્વ પર સંકટ તોળાઈ રહ્યું છે અને હિન્દુ સમુદાય ભયના ઓથારે જીવન જીવી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
અશાંતધારા નાગરિક સમિતિ એ હિંદુઓની બહેન-દીકરીઓ લવ જેહાદ જેવી ઘટનાઓના વધતા જતા બનાવને પગલે સુરક્ષિત ન હોવાનું પણ જણાવી શહેરના કુંભારવાડા, વડવા, વડવા તલાવડી, પાનવાડી, કપરા, મામાકોઠાર રોડ, ટેકરી ચોક, પ્રાગજી દવેની શેરી, પીરછલ્લા શેરી, વોરા બજાર, ભગાતળાવ, કાછીયાવાડ, ભાદેવાની શેરી, ગૌરી ફળીયુ,
શું છે અશાંત ધારો, જાણો ટુંકમાં
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવે છે. ભાવનગરમાં હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલ્કત ખરીદી કરવામાં આવી રહી છે જે તણાવ ઊંભી કરનારી છે. વર્ષોથી નગરજનો અશાંતધારા માટે માંગ કરી રહ્યા છે.
ભાજપના કેટલાક કોર્પોરેટર, ડે. મેયર, પૂર્વ પ્રમુખ, મહામંત્રી સહિતના જોડાયા
અશાંતધારા નાગરિક સમિતિ આયોજિત રેલી આવેદનના કાર્યક્રમમાં બહુમત હિન્દુ સમાજની લાગણી વ્યક્ત કરાઈ હતી. આ કાર્યક્રમમાં હિંદુવાદી સંસ્થાઓના આગેવાન એસ. ડી. જાની, કિરીટભાઈ મિસ્ત્રી તથા ડે. મેયર કુમારશાહ, કોર્પોરેટર કિશોર ગુરૂમુખાની, ગોપાલ મકવાણા, દિલીપ જોબનપુત્રા, ભરત ચુડાસમા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અભયસિંહ ચૌહાણ, પૂર્વ ડે. મેયર કે. ડી. શાહ, પ્રભાબેન પટેલ, ભાજપ સંગઠનના પૂર્વ પ્રમુખ ચીમનભાઈ યાદવ, પૂર્વ મહામંત્રી યશપાલસિંહ વિગેરે આગેવાનો પણ જોડાયા હતા. શહેરના બંને ધારાસભ્ય, પદાધિકારીઓ, સંગઠન પણ આ મુદ્દે રસ લ્યે તેવી લોકલાગણી છે.
અશાંતધારાની પ્રકિયા હાથ પર લેવાઈ છે – કલેકટર પારેખ
ભાવનગર જિલ્લા કલેકટર પારેખે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં અશાંતધારા લગાવવા મામલે વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ પર છે, કેટલીક બાબતમાં કોર્ટનો સ્ટે છે. એ સિવાય તંત્ર દ્વારા ક્યાં – શું થઈ શકે તેનો પરામર્શ ચાલી રહ્યો છે. વિવિધ સ્તરે ચર્ચા વિચારણા બાદ સરકારમાં દરખાસ્ત રજૂ થશે. આમ, અશાંતધારા મુદ્દે તંત્ર લોકલાગણીને ધ્યાને લઇ રહ્યું છે. તેમ જણાવ્યું હતું.