ભાવનગર,તા.7
ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આજે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. મહુવાના વડલી નેસવડ રોડ પર સવારે 10વાગ્યા આસપાસની આ ઘટના હોવાનું મનાય છે જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતા તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખુલ્લી શક્યા ન હતા અને કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાક થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે તેની ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે.