શહેરના ચિત્રા-ફુલસર વોર્ડમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં ભાવનગર મહાનગર પાલિકા દ્વારા લોકોની સુવિધાને લગતી વિવિધ કામગીરીઓ અંતર્ગત જુદા-જુદા વિભાગોના સંકલન હેઠળ ખાસ સામુહિક અભિયાન કરવામાં આવેલ.
ડ્રેનેજ વિભાગ દ્વારા કુલ ૨ – ત્નઝ્રમ્ મશીન અને ૫ – ટ્રેક્ટર્સની મદદથી આ વિસ્તારમાં આવેલા નાળાની કુલ ૫૫ મીટર લંબાઈમાં બંને કિનારાઓની સફાઈ કરવામાં આવેલ. જેમાં આ ખુલ્લા નાળાઓમાં જમા થયેલા વેસ્ટ તથા સિલ્ટનો ૫ – ટ્રેક્ટર્સ દ્વારા અંદાજે ૧૫ ટન જેટલો નિકાલ કરી નાળાઓની સફાઈ કામગીરી કરવામાં આવેલ અને ડીસિલ્ટીંગ મશીન દ્વારા કુલ ૩૦ મશીન હોલ્સની સફાઈ કામગીરી કરવામાં આવેલ છે, રોડ વિભાગ દ્વારા આ વિસ્તારની જુદી જુદી ૧૦ ગલીઓમાં ૪૯૦ વર્ગ મીટર એરિયામાં પેવિંગ બ્લોક નાખવાનું કામ કરાવેલ છે તથા આગળનું કામ હજુ પ્રગતિમાં છે. વોટર વર્કસ વિભાગ દ્વારા સ્લુસ વાલ્વ ચેમ્બર સાફ કરવાનું, વાલ્વ સર્વિસ કરવાનું તેમજ જે મિલકત ધારક દ્વારા પાણીનો બગાડ થતો માલુમ પડેલ તેમને પાણીનો દુર્વ્યય નહિ કરવા અંગે મૌખિક સૂચના આપવાનું તથા એક જગ્યાએ લીકેજ માલુમ પડતા તેની મરામત કરવાનું કામ કરાવેલ છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઈન્દીરાનગર વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ અને નાળાની બંને બાજુએ ૧૬ સફાઇ કામદારો અને સીપાહી મારફતે સઘન સાફ સફાઇ કરાવેલ છે. જેમાં, ટેમ્પલ બેલ અંદાજીત ૪૦૦ કિલો કચરાનો નિકાલા કરવામાં આવેલા છે તેમજ હેલ્થ વિભાગ દ્રારા જંતુનાશક દવાનો છંટકાવ કરેલ છે. રોશની વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલ તમામ સ્ટ્રીટલાઈટો ચેક કરીને ઈન્દીરાનગર વણકરવાસ રામાપીરના મંદિર પાસે તથા બાપા સીતારામ ફેબ્રીકેશન પાસે એમ કુલ ૨ (બે) લાઇટો બંધ હતી, જે બંન્ને લાઈટો રીપેરીંગ કરીને શરૂ કરવામાં આવેલ હતી.
ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષની નડતરરૂપ ડાળીઓ કાપવા વિસ્તારનો સર્વે કરેલ. પરંતુ કોઇ વૃક્ષની નડતરરૂપ ડાળીઓ જણાયેલ ન હતી. રસ્તાની બાજુમાં આવેલા નડતરરૂપ બાવળ દૂર કરવાનું કામ ગાર્ડન વિભાગ દ્વારા કરાયેલ છે. આ કામગીરી આગામી સમયમાં પણ શરૂ રાખવામાં આવનાર છે.
આ સામુહિક અભિયાન અંતર્ગત કરવામાં આવેલ દરેક વિભાગની સંકલિત કામગીરીની સુવિધાનો લાભ આપવાનું નવતર આયોજન કરવામાં આવેલ છે.