પીથલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કામદાર અશોકભાઈ ગોપાભાઈ કુંચાને નોકરીમાંથી છુટા કરી દીધા હતા, તેને ફરી કામે લેવાનો કેસ મજુર મહાજન, ભાવનગર દ્વારા મજુર અદાલતમાં દાખલ કરવામાં આવેલ જેમાં મજુર મહાજન, ભાવનગરના પ્રમુખ રમેશ પી. ધાંગધ્રિયાએ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચૂકાદાઓ રજુ કરી વિસ્તૃત દલીલો રજુ કરી હતી. જે અદાલતે મંજુર રાખી કામદારને ૫૦ ટકા ઘરે બેઠાનો પગાર ચુકવી તેની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવા મજુર અદાલતના ન્યાયાધીશ (એસ.ડી.) સુશિલભાઈ ભટ્ટે હુકમ કર્યો હતો.