વિમેદાર ડો. જયંતીભાઈ કીશનચંદ ગુરૂમુખાણીએ ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કાં. લી. પાસેથી પોતાની ટોયોટા કંપનીની કેમરી કારનો ફુલ વિમો લેવામાં આવેલ, જે વિમા પોલીસીના સમય દરમ્યાન ગ્રાહક પોતાની કાર લઈ અમદાવાદ ગયા હતા. ત્યારે અચાનક અતીભારે વારસાદ ચાલુ હોય, રોડ ઉપ૨થી પસાર થયેલ, ત્યારે એકાએક સામેથી લકઝરી બસ પસાર થતા પાણી ફોર્સ સાથે કાર પર આવેલ અને ચાલુ કાર બંધ થઈ ગયેલ ત્યારબાદ કારને ટોઈંગ કરી કંપનીના સવિર્સ સેન્ટરમાં લઈ જવામાં આવેલ.
હાઈબ્રીડ કારમાં એન્જીનમાં રૂા.૭,૫૮, ૯૩૮– નુકશાન હોવાનું માલુમ પડેલ, તેથી કારના વિમા અંગેની ૨કમ મેળવવા ફરીયાદીએ વિમાકંપની સમક્ષ કલેઈમ ફાઈલ કરતા, વિમા કંપની ધ્વારા ક્લેઈમ અંગેની ૨કમ ઓછી ચુકવવામાં આવેલ અને ૨કમ શા માટે કાપી નાખવામાં આવેલ, તેનો કોઈ પણ જાતનો ખુલાસો આપેલ નહી, તેવા સંજોગોમાં વિમેદારને ગે૨કાયદેસર અને ગેરધારાસ૨ ૨ીતે કાપી નાખવામાં આવેલ કલેઈમની રકમ મેળવવા ગ્રાહકે તેના વકિલ દક્ષેશ વિ. ત્રિવેદી મારફત ભાવનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ દાખલ કરેલ. જેમાં વિમા કંપનીએ વિમેદારની કારને નુકશાન થતા માન્ય સર્વૈેયર પાસે સર્વે કરાવવામાં આવેલ હોવાનું તેમજ સર્વેયરના રિપોર્ટ મુજબ વિમેદારની કારને રકમ રૂા.૬૦,૯૨૦/-નું જ નુકશાન થયેલ હોય, તેમજ વિમેદારની કારને ૨કમ રૂા.૭,૫૮,૯૩૮ – નું નુકશાન થયેલ ન હોવાનો બચાવ લેવામાં આવેલ.
ફ૨ીયાદ ચાલી જતા, જેમા ગ્રાહકના વકિલ એવા મતલબની દલીલ કરેલ કે, વિમેદારની કારને નુકશાન થતા વિમેદારની કારને ટોઇંગ કરી ટોયોટા કંપનીના ઓથોરાઈઝડ સવિર્સ સેન્ટરમાં મોકલવામાં આવતા રીપેરીંગ ખર્ચનું ઈન્વોઈસ આપવામાં આવેલ જે ઈન્વોઈસને ધ્યાને લઈ સર્વેયર ધ્વારા કોઈ જ સ્પસ્ટીકરણ કરવામાં આવેલ નથી તેમજ આવા અધુરા અને અસ્પસ્ટ સર્વે રીપોર્ટને ધ્યાને લઈ શકાય નહી અને સર્વેયર ધ્વારા તેઓના રીપોર્ટમાં ફરીયાદીએ રજુ કરેલ એસ્ટીમેટના આંકડા તથા નુકશાનના આંકડામાં ભીન્નતા છે અને તેના રીપોર્ટમાં કારને નુકશાની રીલેવન્ટ હોવાનું પોતેજ જણાવેલ છે. તેમજ વિમા પોલીસી નીલ ડેપીસીએશન વાળી હોય તેથી ફરીયાદીને પુરેપુરી નુકશાનીની ૨કમ વિમા કંપની ચુકવવા બંધાયેલ હોવા બાબતેની ગ્રાહકના વકિલની દલીલો માન્ય રાખી. ભાવનગર જીલ્લા ગ્રાહક તકરાર નીવારણ કમીશનના સભ્ય વી.એમ. સોલંકી તથા ડો. પ્રતીક્ષાબેન એ. ત્રિવેદી ની કોમે તા.૧૬/૧૨/૨૦૨૨ ના હુકમથી ફરીયાદ અંશત મંજુર કરી વિમા કંપનીએ ગ્રાહકને રૂા.૬,૯૮,૦૧૮- ની ૨કમ અરજી તા.૨૬/૧૧/૧૮ થી વસુલ અપાતા સુધીના ૯% ના વ્યાજ સાથે તેમજ ફરીયાદ ખર્ચ તથા શારીરીક માનસીક ત્રાસ પેટે રૂા.પ,૦૦૦- ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.