૧૯૭૦માં ૧૧મું ધોરણ એટલે કે (જૂની) ssc પાસ કરીને પોત પોતાની કારકિર્દી ઘડવા ઉચ્ચ અભ્યાસ માટે નીકળી ગયેલા સેન્ટ મેરી સ્કૂલના ભૂતપૂર્વ તેમજ અભૂતપૂર્વ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ ફરી માતૃ સંસ્થાના ખોળે ૫૩માં વરસે મળી રહયા છે.
St. Mary’s ૧૯૭૦ની (ઈંગ્લિશ મિડીયમ) બેચના આ વિદ્યાર્થીઓ ૧૧મી જાન્યુઆરી ૨૦૨૩ બુધવારે બપોરે સુવર્ણ મિલન મનાવશે. મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં છઠ્ઠા દાયકાની પાર થઈ ગયા છે.
એક જ વર્ગમાં આગળ પાછળની પાટલીઓ પર બેસી રિષેસમાં, રમત રોળીયા કરતી કોઈ ચૂપ, તો કોઈ ચબરાકિયાઓની મંડળી આજે ઢળતી ઉમર સુધીમાં મોટી જવાબદારઓ માથે લઈ મા મેરીમાંથી મેળવેલ ભણતર અને જિંદગીના ગણતરના સરવાળા સાથે અદ્ભૂત અપૂર્વ પળોના પુનઃપ્રકટીકરણ માટે મજાનાં મોજાં પર સંવાદ સફરે નીકળે છે. આ સૌ જૂના જોગી અને કર્મઠસાથી આગળ વધેલા ખેવૈયા અને ખેલૈયાની વિવિધતામાં સામેલ છે.
આ જ વિદ્યાર્થીઓનું આ બીજું સ્નેહમિલન છે, Reunion છે. અગાઉ ૨૦૧૧માં ૪૦મા વર્ષે મળ્યા હતા આજે ૫૩મા વરસે મળશે,GOLDEN REUNION.
સેન્ટ મેરીઝના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગનાનો વર્તમાન તો અભૂતપૂર્વ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેક્ષકન્સલ્ટન્ટ એવા મુકેશભાઈ પટેલ (અમદાવાદ) આ ‘બેચ’ના વિદ્યાર્થી છે તો પીપાવાવ શિપયાર્ડના ડિઝાઇનર અને નેવીના ભૂતપૂર્વ કોમોડોર આર. બાલસુબ્રહ્મણ્યમ (કુમાર) પણ રાજકોટની ભૂમિ પરથી ‘જ્ઞાન’ પ્રાપ્ત કરીને આજ આંતરરાષટ્રીય કક્ષાએ શીપીંગ કન્સલ્ટન્ટ તરીકે નામના ધરાવે છે.
સ્વિત્ઝર્લેન્ડ સ્થિત સંશોધન ફાર્માસીસ્ટ રવિ સોઢા કે મોઝામ્બિકના પ્રેસિડેન્ટના પર્સનલ OPTHALMOLOGIST ડૉ. વિપીન કોટેચા હોય એવા ઘણા ‘વિરલા’ આ ‘બેચ’ના જ વિદ્યાર્થી રહ્યાં છે. નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત, હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત પાંચ પાંચ મુખ્યપ્રધાનોની સાથે સતત ૨૧ વરસથી Addl. PRO તરીકે કાર્યરત હિતેષ પંડ્યા સેન્ટ મેરીઝમાં પ્રાથમિક માંડીssc સુધી શિક્ષણ લીધુ હતું.
સેન્ટ મેરીઝમાંથી sscપાસ કરીનેPILOT અને કેનેડામાં અને UK મા ૨૧ વરસની કારકિર્દી ધરવનાર ધીરેન કામદાર તેમજ વડોદરાનાં INVESTMENT CONSULTANT મહેશ નંદાણી કે લિસ્બન નાં વેપારી દિનેશ કોટેચા તો ભરૂચ અંકલેશ્વર નાં ટોપ નાં CA મુકુંદ રાવ – લંડનના બેન્કર માલિનીબેન ભટ્ટ મુંબઈના પ્રભાવી શિક્ષક કોકિલા બધેકા જાની તેમજ રાજકોટ ની પ્રખ્યાત દાળ મિલ કિરોરી મલ દ્વારકાદાસ વાળા RAMU AGARWAL & હંસા દોશી અગરવાલ પણ ૧૧મી નાં GOLDEN REUNION માટે થનગની રહ્યા છે જૉ કે રાજકોટ નાં Only Vimal show room નાં સ્થાપક હાલ યુએસ રહ્યા પ્રમોદ ઠાકર કે ટેકસાસ માં નિવૃત્ત જીવન ગાળતા ઇલેક્ટ્રિકલ engineer નિખિલ પારેખ સહિત ઘણાં એવા છે જે આ સુમધુર સ્મૃતિઓ zoom Live માણશે ..
કોઇ અહીંથી ભણીને ક્યાંક એન્જિન્યર કે આર્કીટેક થયું છે. તો કોઇ વિદ્યાર્થીનું ઘડતર કરનાર શિક્ષક, પ્રિન્સિપાલ બન્યું છે, જ્યારે કોઇ મકાનનું ઘડતર કરનાર બિલ્ડર-ડેવલપર પણ છે. કો ‘ઇન્વેસ્ટમેન્ટ’ કન્સલટન્ટ છે તો કોઇ ‘ડેરી ઉદ્યોગ’ના સલાહકાર.
ટૂંકમાં ‘વિવિધ મેઘધનુષી રંગનો અનેરો સંગમ રવિવારે સવારે સેન્ટ મેરીઝના આંગણે -૫૩ વ….ર….સ…..ના લાંબા ગાળા પછી જોવા મળશે.