બાંગ્લાદેશમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આ અગાઉ વિપક્ષી દળોએ શેખ હસીના સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા છે. ઉગ્રવાદી સંગઠન જમાત એ ઈસ્લામી અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલો કરતા હાલની સરકાર પર નિશાન સાધ્યું છે. વાત જાણે એમ છે કે જમાત એ ઈસ્લામીના નુરુલ હક નૂર પાછળના દરવાજે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન કરી રહ્યા છે અને ચૂંટણીમાં ભાગ લીધા વગર સરકારને ઉઘાડી ફેંકવાની વાતો કરી રહ્યા છે.
જમાત એ ઈસ્લામીના કેટલાક સહયોગી સંગઠનોએ હસીનાના ધર્મ નિરપેક્ષ વલણ બદલ હિન્દુ અલ્પસંખ્યકો અને ભારત પર નિશાન સાધ્યું છે. બાંગ્લાદેશ ગોનો અધિકાર પરિષદના સંયુક્ત સંયોજક અને નુરુલ હક નૂરના ટોચના સહયોગી તારિક રહેમાને હિન્દુઓ પ્રત્યે ધૃણા ફેલાવતા એક ફેસબુક લાઈવમાં કહ્યું કે હિન્દુ ધર્મના ગ્રંથ કોઈ નૈતિક શિક્ષણ આપતા નથી. તમામ ગ્રંથ અશ્લીલ છે.