એર અરેબિયાની બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટે બુધવારે રાત્રે 12.05 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. 30 હજાર ફૂટ ઊંચે ફ્લાઈટમાં ફ્લાઇટમાં સવાર એક યુવકને અચાનક પેટમાં દુખાવો ઉપડતા અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
તાજેતરમાં જ જામનગર એરપોર્ટ પર મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટનું તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બૉમ્બ હોવાનો માહિતી મળતા પ્લેનને જામનગર એરપોર્ટ ખાતે તાત્કાલિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ કાફલો, બૉમ્બ સ્કવોર્ડ અને જામનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તાબડતોબ એરપોર્ટ પર દોડી ગયા છે.