એક જમાનો હતો. જયારે વધુ વસ્તીના કારણે ચીનમાં એક સંતાનનો કાયદો હતો. બાદમાં વૃદ્ધોની વસ્તી વધી જતા અને યુવાઓ બાળકોની વસ્તી જન્મ દર ઘટવાને કારણે ઘટી જતા અને ચીને 2016માં આ એક સંતાનની જાતિ પડતી મુકી હતી. હાલ પરિસ્થિતિએ પેદા થઇ છે કે, ચીન સરકારે ઘટતી જતી વસ્તીને લઇને વસતી વધારાની ઝુંબેશ આદરી છે.
હવે બે થી ત્રણ બાળકો પેદા કરનાર દંપતીને ચીની સરકારે આર્થિક પ્રોત્સાહનની યોજનાઓ પણ અમલમાં મુકી છે. દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન હાલ આર્થિક અને વસ્તીને લઇને સંકટનો સામનો કરી રહયો છે. ગત વર્ષથી જ ચીનની વસ્તી ઘટવા લાગી છે. દાયકાઓમાં પહેલી વાર આમ થયું છે અને જાણકારોનું કહેવું છે કે, આવા એટલે કે ઘટતી જતી વસ્તીના દુષ્પરિણામ આગળ જતા બહાર આવશે. ચીનના એક સ્વતંત્ર ડેમોગ્રાફર હેયાહુના રિપોર્ટ મુજબ, વર્ષ 2022માં કુલ 1 કરોડ બાળકોનો જન્મ થયો છે. જેમાં વર્ષ 2021ની તુલનામાં 6 લાખ ઓછા છે. આ હિસાબે કહી શકાય કે, ચીનમાં ઝડપથી જન્મ દર ઘટી રહયો છે.
સતત આ છઠ્ઠું વર્ષ છે જયારે ચીનમાં જન્મદર ઘટી રહયો છે. ચીનમાં ગત વર્ષે મોત પણ વધુ થયા હતા. કોરોનાના કારણે પણ વધુ લોકો મર્યા હતા. આ વખતે સ્થિતિ વધુ ભયાનક છે. આ સ્થિતિમાં ચીનમાં જન્મ દર ઘટવો અને મૃત્યુદર વધવો ખતરાની ઘંટડી છે.ચીનમાં અત્યારે એવી સ્થિતિ પેદા થઇ છે કે, લોકોને ત્રણ બાળકો પેદા કરવાની મંજુરી આપવી પડી છે. ચીનમાં હાલ વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. વર્કફોર્સ ઘટી રહયો છે. પેન્શન લેનારાઓની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ વસ્તીના મામલે આ વર્ષે ભારત ચીનને પાછળ રાખી વિશ્ર્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની શકે છે.