ભાવનગરના અકવાડા તળાવ ડેવલોપમેન્ટ ફેઝ-૨ના કામમાં ટેન્ડર ભરનાર એજન્સીએ કોર્પોરેશને માંગેલ શરતો મુજબના ડોક્યુમેન્ટ રજૂ નહીં કરી શકતા તેનું ટેન્ડર રદ્દ કરતો નિર્ણય મ્યુ. કમિશનરે કર્યો છે. સંભવત હવે સ્ટેન્ડીંગમાં ઠરાવ રજૂ થશે.
અકવાડા લેક ફેઝ-૨નું ટેન્ડર ભરનાર એજન્સીની કેટલીક બાબતો પ્રથમથી જ શંકાના દાયરામાં હતી અને જે-તે સમયે વિવાદ પણ થયો હતો. તત્કાલીન સમયે વડાપ્રધાન મોદીના ભાવનગરના પ્રવાસ દરમિયાન તેમના હસ્તે આ કામનું ખાતમુહૂર્ત કરી દેવાયું હતું પરંતુ કોર્પોરેશને માંગેલ આધાર-પુરાવા રજૂ નહીં કરી શકતા એજન્સીનું ટેન્ડર આખરે રદ્દ કરી દેવાયું છે. હવે નવેસરથી ટેન્ડર કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.