પશુપાલન વિભાગ, ભાવનગર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૯૬૨ દ્વારા ભાવનગર જિલ્લા મા કોઈ પણ પશુ-પક્ષીઓને ઉતરાયણ પર્વ નિમિતે ખાસ કરી ને દોરી વડે ઇજાગ્રસ્ત થાય કે કોઈ પણ રીતે ઇજાગ્રસ્ત થયેલ જોવા મળે તો તરતજ ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જે રીતે માનવો માટે રાજ્યમાં ૧૦૮ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ માટે ૧૯૬૨ની સેવા સંજીવની બની છે.
અબોલ પશુઓ માટેની બોલતી એવી અને સદાએ કરુણા વરસાવતી આ સેવાની ત્રણ જેટલી ૧૯૬૨ એમ્બ્યુલન્સ ભાવનગર શહેર મા કાર્યરત રાખવામાં આવેલ છે. જે અંતર્ગત જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે કે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરી કરુણા અભિયાન અંતર્ગત અબોલ જીવોની સેવામા સહયોગ આપી શકશે.
આમ, ૧૯૬૨ હેલ્પલાઇન દ્વારા વધુમા વધુ પશુ-પક્ષીઓ જીવ બચાવવા માટે આ સેવાની ત્રણ જેટલી ડોક્ટરો ની ટીમ એમ્બ્યુલન્સ સાથે ભાવનગર શહેર માં સેવા માટે ખડે પગે રહેશે.
પતંગ પર્વની મજા માણ્યા બાદ પક્ષીના હિતમાં દોરીના ગુંચળાનો નાશ કરો, માળનાથ ગ્રૂપનો અનુરોધ
ઉતરાયણ બાદ જ્યાં ત્યાં દોરાના ગુંચડા હોય તો તેનો નાશ કરવા માળનાથ ગ્રુપએ અપીલ કરી છે તેમજ ચાઇના દોરીનો બહિષ્કાર કરવો. અત્યાર સુધીમાં વિદેશી પક્ષીઓ ૧૨ થી ૧૩ના મરણ થયા છે અને સંખ્યાબંધ પક્ષીઓ આ દોરાથી ઘાયલ થયા છે પક્ષીઓની પાંખો એમના પગ અને ગળામાં દોરી વિંટળાઈ જતા મૃત્યુ પામે છે ત્યારે પતંગ પર્વની મજા માણ્યા બાદ દોરીના ગુંચળાનો નાશ કરવો પક્ષી અને પર્યાવરણના હિતમાં છે તેમજ પક્ષીઓના ગગન વિહાર અને માળામાં પાછા ફરવાના સમયે પતંગ ન ઉડાડવા અપીલ કરાઇ છે.