મહુવાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ભરેલું આઇસર લઈને આવેલા ભાદ્રોડના યુવાન ઉપર બે શખ્સે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહુવાના ભાદ્રોડ ગામમાં રહેતા સફિરભાઈ મુસાભાઇ કાળવાતર ( ઉં.વ. ૨૩ ) અને તેનો મિત્ર રાહુલભાઈ ગઈકાલે રાત્રે ભાદરોડ ગામમાંથી આઈશરમાં ડુંગળી ભરી મહુવા માર્કેટ યાર્ડમાં ખાલી કરવા ગયા હતા ત્યારે માર્કેટયાર્ડમાં હાજર ઉમેશભાઈ અને કિશનભાઇ નામના બે વ્યક્તિએ આવીને આ આઇસરમાંથી અમારે ડુંગળી ઉતારવાની છે એમ કહેતા સફીરભાઈએ તેને ડુંગળી ઉતારવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા બન્નેએ હુમલો કરતા ઇજાગ્રસ્ત સફિરભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સફેદ ભાઈ કાળવા તરે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી હતી.